ગીત
કોઈ હજું પણ બારી પાછળ
પરદા માફક રોજ ઝૂલે છે !
રસ્તો તાકી પગલાં સૂંઘી પગલાની પણ છાપ વીણતું;
દૂર ઊભીને તીવ્ર તરસતું એમ તલસતું કંઠ શોષતું;
પગલાં ઉપર પગલાં માંડી રોજ લથડતું કોણ ખૂલે છે ?
એજ બાલ્કની એજ અગાસી રોજ સાંજનાં ચડ-ઊતરતી;
દૃશ્યો નમણાં આંખ વસેલાં રોજ ખોળતી એમ વીરહતી
રતાંધળી ક્ષણ ગઈ વીતી તો રોજ સાંજનાં શ્વાસ ફૂલે છે !
કોણ હજું પણ બારી પાછળ
પરદા માફક રોજ ઝૂલે છે !
20:15 --------ગુણવંત ઉપાધ્યાય
12032018
No comments:
Post a Comment