Thursday, 15 March 2018

ગઝલ

_એટલે  કે  કોઈ  પણ  આવ્યું નથી !_
_અહીં હજીયે એક જણ આવ્યું નથી_

_ઝટ  હવે  જોઈ   લઉં  મોંસૂઝણુ_
_સૂર્યનું  પહેલું કિરણ આવ્યું નથી !_

_એવી જીવનની ક્ષણો એક્કેય નથી_
_આપનું જેમાં સ્મરણ આવ્યું નથી_

_ઝાંઝવુ  જોયું  પ્રથમ જેણે અહીં_
_એમની નજરે હરણ આવ્યું નથી_

_લ્યો, કિનારે પણ તમે खूंपी ગયાં ?_
_મિત્ર ઊભા રહો,કળણ આવ્યું નથી_

              *ભરત ભટ્ટ*

No comments:

Post a Comment