_હાઈકુ
=+=+=+=
(1).અગન વર્ષા
ગગનથી વરસે
ગ્રીષ્મ મધ્યાહ્ને.
(2).ઉષા મલકે
હળવે સ્પર્શે સૂર્ય
કર સહસ્રે.
(3).આંખો મીંચતી
સંધ્યા હળવે :રોફ
જમાવે રાત.
(4).માઝમ રાત
ભાંગ્યા કડડભૂસ
આશ મિનારા.
(5).સમુદ્ર જલ
ચમકે મોતી થઈ
સૂર્ય બિંબથી.
—રસિક દવે
_
No comments:
Post a Comment