Thursday, 22 March 2018

ગઝલ

કેટલી લાચારીઓ સાથે જૂઓ
મજાની કિકિયારીઓ સાથે જૂઓ
અધૂરપ પણ ક્યાં કદી પૂરાય છે.
વ્યવસ્થિત તૈયારીઓ સાથે જૂઓ
દિલ દવા દુવા ય લાગૂ ના પડે.
અવનવી બિમારીઓ સાથે જૂઓ
રોજ બળતું જાય લીલું આ જીવન.
જીવીએ ચિનગારીઓ સાથે જૂઓ.
છૂપાવી પણ દેત"રશ્મિ"જખ્મ સો.
ઘર વસાવ્યું બારીઓ સાથે જૂઓ.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".

No comments:

Post a Comment