Tuesday, 20 March 2018

ગઝલ

સમજી શકાય માણસ, પામી શકાય નહીં
કૂવો કહો કે દરિયો,  તાગી શકાય નહીં

ધબકી જવાય તોપણ, ચાહી શકાય નહીં
આઝાદ લાગણીને ટાંગી શકાય નહીં

તળ પામવું જ હો તો સહરા સુધી જજો,
જળનું જળત્વ ક્યાયે બાંધી શકાય નહીં

ઠેલી શકો પ્રસંગો, સંજોગવશ છતાં
પડદો કદી સમય પર પાડી શકાય નહીં

ઉપડે જો દર્દ મીઠું, પંપાળ જો સદા
જોઈ શકાય આંસુ, વાંચી શકાય નહીં

દેખાય નામરૂપે, પરખાય શબ્દમાં
વર્ષા કહો કે ઝરમર, માપી શકાય નહીં
.... વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment