🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
બૂંદ થોડાં આંખમાંથી સેરવી દે માનવો એ મિત્ર છે;
પ્રિય ના જે હોય એ રસહીન મૂગુંને બધિર ચિત્ર છે.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
શબ્દ ત્યારે સોળ આની થાય છે,
ભાવભીનો ભીતરે ભીંજાય છે.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
છોડી ધીંગાણું ધ્યાનમાં, અમે બેઠા છીએ;
ખૂલ્લા ખૂંપીને મ્યાનમાં, અમે બેઠા છીએ.
સમજ પછી આવી એ સમજ અણધારી ને,
ખેલ અલગારી ખ્યાલમાં, અમે બેઠા છીએ.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[
કૂકતી કોયલ સહજ મ્હેકે મંજરી લ્હેર તાલે,
છે સમજથી પાર લીલા એ બધી સમજાય તો ને ?
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
માંડવાની આંખ સામે આંખ માઝમ રાત ઘેલી,
પાંપણો છે બંધ સાંકળ બારણાં ખોલાય તોને ?
ડૉ. ભાવેશ જેતપરિયા
No comments:
Post a Comment