જ્યારથી લોકો બધા પાગલ થયા ઇમેલના
જોવા પણ મળતા નથી હસ્તાક્ષરો ફીમેલના
તું હંમેશા કાલ પર ટાળે છે આખી વાતને,
આ રીતે મળવાની મુદત રોજ પાછી ઠેલ ના.
સાવ ઘેટાં બકરાં જેવી છે એ માણસ જાત પણ,
પાંદડા ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.
કાલ જોજેને પવનના ટોળેટોળાં આવશે,
મીણબત્તીઓ કરી છે સૂર્યની અવહેલના.
લોકો કે'છે મોરનાં ઈંડા ચીતરવા ના પડે,
પણ હું પૂછું છું કે ઈંડા મોરનાં કે ઢેલ ના?
-ખલીલ ધનતેજવી
No comments:
Post a Comment