Tuesday, 20 March 2018

ગઝલ

કેવી છે રુપાળી ચકલી.
નિર્મળ ભોળીબાળી ચકલી.
ગોવર્ધન ધારક ની જેમ જ
તણખલું લે ઉપાડી ચકલી
ઓળખ માં બેરંગ ધરે એ.
ધોળી ને વળી કાળી ચકલી.
ચીં ચીં ના ટહૂકા ચકરાવે.
સહુથી હોય નિરાળી ચકલી.
ખુશી વહેંચતી ભર ઉનાળે.
ગરમી લેતી ખાળી ચકલી.
આપણને ખીચડી આપીને.
ભરપેટે દે જમાડી ચકલી.
દાદા દાદી ના ફોટા ની.
પાછળ ઘર લે બનાવી ચકલી.
ચાંચ અરીસાને મારી ને.
મામા લે બોલાવી ચકલી.
મૂંગા નાં મોં માં કરી ચીંચીં.
"રશ્મિ"ને લે પટાવી ચકલી.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".

No comments:

Post a Comment