##મૃગજળ##
મૃગજળના ખાબોચિયા કિનારે.....
મૃગજળનું ખાબોચિયું!
હા! છલોછલ ભરેલું
મૃગજળના ખાબોચિયા કિનારે
ચકલીએ ચાંચ મારી
વમળ થયું
એનું પ્રતિબિંબ ખળભળી ઉઠ્યું
ચકલી ડરી ગઈ
ઉડવાનો પ્રયાસ કર્યો!
પણ એતો મૃગજળનું દલદલ હતું
કાદવમાં ખરડાયેલા પગ પર
મૃગજળની ભીનાશ
અને ચાંચમાંથી મૃગજળ ટપકતું હતું
તડપતા મૃગલાની કલ્પના કરતી
ચકલીના દેહમાં ધીમેધીમે
ઠંડક ફેલાઈ ગઈ
સાવ ઠંડી થઈ ચકલી
ઢળી પડી!
-સંદિપ આર. ભાટીયા
No comments:
Post a Comment