Tuesday, 20 March 2018

ગઝલ

સહિયારી ગઝલ / 20-3-18 /

એટલે   માનવ  દશા  સારી  નથી!
શ્વાન   જેવી  પણ  વફાદારી   નથી!

આપ  કર્મોથી   જ   દુખડા   નોતરે,
ધારણા  ધારી   કદી   સારી    નથી!

વ્હેણ  વાળ્યા,   પ્હાડ  તોડ્યા  સર્વદા,
આંતરે   કુદરત,   દુરાચારી   નથી?

શ્વાસનો  સંચાર   જો,  ઈશ્વર   કરે,
પણ   કદી  એનોય   આભારી   નથી!

શ્રી  પ્રભૂનો   ફેંસલો   બહુ   આકરો,
જીંદગી  શાળા  તો   સરકારી  નથી!

--------------હેમા ઠક્કર "મસ્ત "

No comments:

Post a Comment