Tuesday, 20 March 2018

ગઝલ

આ ટણી કંઈ એટલી સારી નથી!
જીવવું વટમાં સમજદારી નથી

ભીંત થઈ ઉગ્યા કરે છે ચોતરફ
સગપણોમાં ક્યાંય પણ બારી નથી

હક નથી ધરતી ઉપર કચરો કરો
છો મનુજ તો ધાડ કંઈ મારી નથી!

જીવવું આ ધૂળ છે તારુ સમજ!
જો દયાથી આંખ શણગારી નથી

તું કસોટી લે ભલે મારી સતત
જિંદગીથી જો હજી હારી નથી

#કિરણ જોગીદાસ

No comments:

Post a Comment