Tuesday, 20 March 2018

ગઝલ

નારી્
્્્્્્
ડૉ.સત્યમબારોટ

સ્ત્રી જે કોઈની કરજદારી નથી,.
માનવી છે પણ અરજદારી નથી.

નર અને નારી મળે માણસ બને,.
સ્ત્રી કદી નર પર બની ભારી નથી.

શક્તિ નો અવતાર છે ઔરત હવે,.
આ પહેલાંની હવે નારી નથી.

ના સમજ અબળા હવે ઔરતને તું,.
છે ઘણી સબળી જે, તેં ધારી નથી.

આવશે તો આપ બળથી આવશે,.
કૈંદમાં ઔરત હવે તારી નથી.

ડૉ.સત્યમબારોટ
્્્્્્ ્્્્ ્્્્્
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

No comments:

Post a Comment