Tuesday, 20 March 2018

ગઝલ

આપણા  માટે સમજદારી નથી
         - ચિનુ મોદી

જિંદગી આ જિંદગી તારી નથી,
શ્વાસ ભરવા કોઈ લાચારી નથી.

રોજની આદત પડી પીધા પછી,
બંધ કાલે પણ અમલવારી નથી.

આંખ સાથે ખેલ ખેલે છે હવે,
કેમ કેવું કે હૈયું સંસ્કારી નથી?

આંગળી ચીંધે બધા મારી તરફ,
કોણ જેણે રોજ ઠપકારી નથી?

માગ તારી કેમ સંતોષી શકું,
દોસ્ત હું કુબેર ભંડારી નથી.

હાથ ઝાલીને કિનારે લઈ ગયા,
આજ સાગરની હવા સારી નથી.

મૃત્યું પણ વેરાન છે 'આભાસ'નું,
તે કબરને કેમ શણગારી નથી?

-આભાસ

No comments:

Post a Comment