*લો માણો એક સહિયારી ગઝલ*
રોકવાથી કોઈનાં ક્યાં એક જણ રોકાય છે.
અલવિદા કહી,તે બધું છોડીને ચાલ્યો જાય છે.
સાંજ પડતાં એટલે સૂરજ હવે ગભરાય છે.
એક દીવો રાત આખે આખી ભરખી જાય છે.
યાદનાં પ્રોવેલ મણકા સાચવી રાખ્યાં હતાં;
દ્રશ્ય પાછા એજ આવી આંખમાં છલકાય છે.
પાત્ર કેવું લાગણીનું આપ્યું ઈશ્વર તેં ભલાં;
ઢાળ થોડો હૂંફનો જ્યાં પણ મળે ઢોળાય છે.
છોડ તું આ ઝાંઝવાની છળ તરસને ઓ 'ફિઝા';
દૂરથી જે લાગતું જળ એ બધી બસ લ્હાય છે.
હોય જો એકાદ તો 'સર્જક' કરી લૈ સામનો;
પણ અહીં તો આખે આખો પીડનો સમુદાય છે.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment