Thursday, 15 March 2018

ગઝલ

કામ કૈ એવું કર્યું.
આયના જેવું કર્યું.

માનું હૈયું ઠારવા,
એ હસે તેવું કર્યું.

શોખ સૌના પોસવા,
ના કદી દેવું કર્યું.

નવ ઉમેરી શૂન્યમાં
ક્યાં ગણિત નેવું કર્યું?

પીઠ થાબડ જો પછી,
કામ કો' કેવું કર્યું?

-શીતલ ગઢવી

No comments:

Post a Comment