Thursday, 15 March 2018

ગઝલ

બસ  લોપ  થઇ જાય સમજ અંત  સમયમાં,
સઘળીય મટી  જાય  ગરજ  અંત સમયમાં.

મરતા અને  બળતા  ભલેને જિંદગી ગુજરે,
થઇ જાય છે જીવન આ સહજ અંત સમયમાં.

આવ્યા જે  બઘા  એમને સૌ આપી મેં દીઘું,
રાખ્યું  ન  અમે  કોઇ  કરજ અંત સમયમાં.

જે યાદ મને કોઇ દિવસ આવ્યો નહિં પણ,
શ્રઘ્ઘાંથી  કરી  છે  મેં  અરજ અંત સમયમાં.

ઘારો  નહીં  જે  એજ  બની  જાય છે કાયમ,
બસ  એટલે ચૂક્યો  છું  ફરજ અંત સમયમાં.

© જયેશકુમાર 'જયલા'

No comments:

Post a Comment