Saturday, 3 March 2018

અછાંદસ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

જંગલને વિરામ

કપાતા જતાં
જંગલને
જોઈને
ક્યારેક
એવું થાય કે
આ પંખી આભ પર
થંભી ગયા અને
આંખમાંથી
સાવ ડૂબી ગયાં !!
હરણાને હવે
તરણાંનો
ભાર લાગતા
નદી કિનારે
આવી ગયા.....
તરવાં લાગ્યા
વચ્ચોવચ્ચ
સામે કાંઠે હિંસ્ર પશુઓ
આંખ ખોડીને ઊભેલાં
આ કાંઠે
જંગલતોડ જેસીબી
વચ્ચે હરણાં
ઊપર પંખીનું ફફડવું
જોઈને
પોસ્ટરમાં ઝરણાં હાલ્યાં
કાવ્યમાં વૃક્ષો મહાલ્યાં
ટેબલ ખુરશી થયા
કબાટમાં લપાયાં
સપનામાં
જંગલનો વિસ્તાર હાલ્યો
આ બાજુ
કઠિયારાએ
તુલસી ક્યારો બાંધ્યો
રોજ માળા ફેરવવા....!!

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment