કુદરતની તરહી
્્્્્ ્્્્્
ડૉ.સત્યમબારોટ
જીવન સૌનું કુદરત ની તરહી છે,.
શ્વાસો એની ફુર્સતની તરહી છે.
જેવું જીવન આપ્યું, એવું સોંપું,.
બસ મારી એ દાનતની તરહી છે.
અપનાવું હું રોજે સૌના ભાવો,.
એ તો મારી ચાહતની તરહી છે.
અમસ્તા દર્દો વ્હાલાં ક્યાં લાગે છે,.
દર્દો એની ધરપતની તરહી છે.
ડગલું ચાલું હું એના ઈશારે,.
એ જ એની હરકતની તરહી છે.
જેવા શબ્દો એવી ધારો કાઢું,.
વાણી મારી કરવતની તરહી છે.
એની ઈચ્છા વિના પત્તું હાલે?
સુખ તો એની બરકતની તરહી છે.
કણકણમાં ધબકે છે એના શ્વાસો,.
એ ભૂલ્યા તો, લાનત ની તરહી છે.
ડૉ.સત્યમબારોટ
ગાગા ગાગા ગાગા ગાગા ગાગા
No comments:
Post a Comment