કોઈ ભીનો સાદ આવી જાય છે ,
દિલમાં ત્યાં ઉન્માદ આવી જાય છે !
માંડ જીવન ગોઠવાયું છે ને ત્યાં
તું ફરીથી યાદ આવી જાય છે !
હું ઉલા મિસરો રજુ કરતો હજી,
ત્યાં બધાંની દાદ આવી જાય છે !
તેં કહ્યું જે કંઈ જતી વેળા મને,
યાદ એ સંવાદ આવી જાય છે !
ના તને પૂછી શકું કે યાદમાં,
કોણ મારા બાદ આવી જાય છે ?
પ્રેમમાં નિષ્ફળતા કોને ના મળી ?
યાદ સૌ બરબાદ આવી જાય છે !
મન પલળવા દોડીને જાતું રહે,
સહેજ જ્યાં વરસાદ આવી જાય છે!
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment