Friday, 16 March 2018

ગઝલ

મીરાની જેમ ભેખ ધરીને તું પ્રેમ કર
જીવનને સફળ કરવા તું એમ કર

માત્ર સાચવી લે તું તારા અહેસાસને
પછી જે થાય તે બધું જ હેમખેમ કર

અંતિમ શ્વાસ સુધી ઇન્તજાર એનો
મન મહીં પાકી એક અડગ નેમ કર

વિરહ ની આગમાં જલાવી દે તું જાત
વ્યર્થ સળગાવીને સઘળું તું હેમ કર

ન લે તું ખુદા પરીક્ષાઓ"પરમ"પ્રેમની
"પાગલ"પ્રેમીઓ ઉપર થોડી રહેમ કર

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment