Tuesday, 12 June 2018

અછાંદસ

બહુરૂપી

હું બહુરૂપી હા, હું બહુરૂપી,
રોજ નીતનવાં રૂપો રચીને,
કમાઉં મારી રોજીરોટી...

રામ બનું ને રાવણ પણ,
કૃષ્ણ બનું ને કંસ પણ,
શંકર બનું ને બુદ્ધ પણ,
રોજ નિત-નવા રુપો રચી,
કમાઉં મારી રોજીરોટી...

પણ સમજુ ના એ માનવો,
શાને તમો રૂપો સજો?
ના બનો તમે માનવ,
ને હંમેશા કોઈ એક બહુરૂપી...
ભાઈ, પતિ કે મિત્રને રૂપે,
કરો દગો તમે કોઈ સ્વરૂપે,
હું તો ભજવતો, પાપી પેટને માટે,
મારા સ્વરૂપે સૌ ખુશ થાતા,
પણ તમે શાને નિષ્ઠુર થાતા,
શાને થાઓ તમે બહુરૂપી,
જુઠ્ઠા માન, પ્રતિષ્ઠા કાજે?
કાં તમારા અંતર નવ લાજે?
શાને કરતાં સૌ ને દુઃખી?

હું બહુરૂપી, તૂં બહુરૂપી....

અંજના ગાંધી (મૌનું)
મુંબઈ

No comments:

Post a Comment