ગીત:
પરબીડિયામાં બંધ કરી મોકલું છું યાદો,
વ્હાલમ મારે કરવી છે ઝાઝેરી વાતો...
મને રોજ ઓગાળે છે તારો ગમ,
ના મળે ક્યાંય નિરાંત તારા સમ
ચોધાર ચોમાસે આવી વિરહની રાતો,
વાલમ મારે કરવી છે ઝાઝેરી વાતો...
ઝબુકી ગઈ વિજળી શરીરમાં,
જાણે આવીને તું સ્પર્શી ગયો ઘડીકમાં,
મંદ મંદ પવન આ ગીત તારા ગાતો,
વાલમ મારે કરવી છે ઝાઝેરી વાતો.....
પરબીડિયામાં બંધ કરી મોકલું છું યાદો,
વાલમ મારે કરવી છે ઝાઝેરી વાતો.....
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment