Tuesday, 16 October 2018

ગીત

બાળગીત

ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું
બેસાડી બસમાં તને શહેર આખાની શેર કરાવું.
     સાડી અપાવું
     સ્કર્ટ મીડી અપાવું
     ગમતું તને જીન્સ ટોપ અપાવું 
ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું...
      લિપસ્ટીક અપાવું
      ફેસ ક્રિમ અપાવું
      ખીલવવા ચહેરો ફેસિયલ કીટ અપાવું.
ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું...
      ફૂટબોલ અપાવું
      બેટ બોલ અપાવું
      ફીટ રહેવા તને સ્પોર્ટ્સ કીટ અપાવું.
ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું.....
      આઇસ્ક્રીમ અપાવું
      પિત્ઝા બર્ગર અપાવું
      ગમતાં નાસ્તાની તને મોજ અપાવું.
ચાલ મારી ઢીંગલી તને શોપીંગ કરાવું ....

નિલેશ બગથરિયા
             "નીલ "

No comments:

Post a Comment