*આગ-પતંગિયા*
અસ્ત-વ્યસ્ત ,
ડૂચો વળેલા ,
આભડછેટ એવા ,
થોડા ભીતર ના ટુકડા...
ધાર્યું કે હું જોઉં-એકઠા કરું-ચકાસું...
પણ.....
ના , બિલકુલ નહીં.
દર થોડા સમય પછી..
હું ઊભી રહીશ ,
સ્થિર રહીશ - સ્થિતપ્રજ્ઞ રહીશ...
પછી......
દૂર-દૂરથી _
બધાય એ ઝગમગતાં તારલાઓને તમે જોશો ,
એ છે આગ-પતંગિયા ,
તારા આંતરમનનો ઉજાસ_
મારા આવરણનું અજવાસ_
મારા મહીં જન્મેલા ,
મારા આગ-પતંગિયા.
-કથક મોદી
No comments:
Post a Comment