Wednesday, 18 October 2017

ગઝલ

હાલ ફેસબુક  પર  ઘણા  વાદ વિવાદના વંટોળ ઊડી રહયા છે એની બહારની ગઝલ....

હો           ગજાની         બારનૂ અજમાવિયે તત્ક્ષણ અમે
આંગણે    આળોટવાના   દૈએ કયાં કારણ અમે
મૂરખ મન તૂ ના ચિતર કો હક વિનાના કાગળે
શાહી    ખડિયા    ને  . કલમને આપિએ સમઝણ અમે
એ જ જળ    ને એ જ માટી એ જ મંત્રો વામણા
એ      ગઝલને   ઘાટ      કયાં ઊતારિએ વળગણ અમે
આટલી    હદ   પહોંચતી     હો આત્મ શ્લાઘાઓ હવે
એ વિશે   ધારી  વિચારી થૈએ કયાં રાવણ અમે
ચલ   કબીરા   છોડ  ગૂજરાતી ગઝલના મુલ્કને
કો       અજાણી         વાટ ઘાટે બાંધિએ સગપણ અમે
હો   વીનૂ   બામન છતાં   પણ લાગ આવે કે તરત
લાવ     લશ્કર    લૈને     કહેશે છોડિએ કૈ પણ અમે
કયાં . ગઝલની   એ  ધરોહર કયાં તમારા વેશ આ
ધૂમ્મસોનૂ   કયાં સૂધી સહિએ જ કાળૂ રણ અમે

સતીન દેસાઈ  પરવેઝ દીપતિ 18.10.17

No comments:

Post a Comment