આ આંસુઓ ક્યાં સુધી આજે પાડવાં એ તારે નક્કી કરવું પડશે,
આ મન હ્રદયને ક્યાં સુધી અથડાવવા એ તારે નક્કી કરવું પડશે?
તારા સુધી રેલો ના આવે ત્યાં સુધી તો છે મજા ઓ દોસ્ત,તો પણ,
આ ભ્રષ્ટ લાચારોને ક્યાં અટકાવવા એ તારે નક્કી કરવું પડશે!
લાચારી,હિંસા,કામ,પાગલપન બધાંયે છે મુસાફર નર્કનાં તો?
વાહન એ સૌનાં ક્યારે,ક્યાં ભટકાવવાં એ તારે નક્કી કરવું પડશે!
થોડો થશે જો સ્પર્શ, મોહી પડશે આ દુનિયાનાં લોકો તારા ઉપર,
એ બીજ સ્પર્શોનાં હવે ક્યાં વાવવાં એ તારે નક્કી કરવું પડશે?
છે જાદુ તો પ્રત્યેક રંગોની ધજા ને એમાં રેલાતી સુવાસે,
તારે કયા ઝંડા હવે ફરકાવવા એ તારે નક્કી કરવું પડશે!
મણિલાલ જે.વણકર
No comments:
Post a Comment