Sunday, 28 October 2018

ગઝલ

ગાલગાગા- 2 આર્વતન
==================

મૌન મારે કાં થવું છે ?
પ્રેમમાં તે, શું નવું છે ?

વાતને રોકો ન પ્રિયે !
શર્મ નામે થોભવું છે ?

આપ નૈ આવો લટારે,
તે છતાં ઘર શોધવું છે.

રાહ પ્રણયની મળી નૈ,
માર્ગથી ક્યાં ભાગવું છે ?

આજ નવરાત્રી નથી હો !
તોય  'પિયુ'ને નાચવું છે.

  

   ¤ પિયુ પાલનપુરી "નરોત્તમ"
      ''''"""''''''''''''''''''''''''''''''''
      { તા. ૨૫~૧૦~૨૦૧૮ }

No comments:

Post a Comment