હું તો માણસ છું સાદાઈનો,
ને લોકોને જોય ભવાઈનો.
કળયુગની રામાયણ લખવી છે,
પણ,ભાઈ ક્યાં અહિંયા ભાઈનો.
ચટકા મારાં જ નથી કાબુમાં,
એમાં વાંક ય શું હલવાઇનો.
વાતો કરતો 'તો સળગાવાની,
લીધો બે હાથે સરખાઈનો.
એવાથી થોડું છેટું સારું,
જે ખડકી દે પર્વત રાઈનો.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment