Sunday, 28 October 2018

ગઝલ

છે સર્વેને રસ અહીં એકબીજાની બાબતમાં ,
છે વિવાદ એમ અહીં આપખુદની બાબતમાં .

હજુ રણમાં દોડવાની અનુભૂતિ થતી હરણાને ,
બાકી અજાણ જ હતાં મૃગજળની બાબતમાં .

પુષ્પોને ચમનથી ચુંટી જતાં ન રોકી શકાયું ભલા ,
લીધી હતી માળીએ રિશ્ર્વત આચરણની બાબતમાં.

છો'ને વિશાળ નભોમધ્યે વિહરતી ચંદ્રિકા ચંદ્રસંગે ,
પછી કયાંથી આવતી અડચણ વિચરણની બાબતમાં.

હતાં દોસ્તો "જીત"ની પછવાડે એમ ઢાલ બનીને ,
નથી જાણતો સ્વંય બીજું દગાબાજની બાબતમાં .

"જીત"@જીતેન બુધ્ધભટ્ટી

No comments:

Post a Comment