Thursday, 25 October 2018

ગઝલ

એકાન્તપ્રિય છે જ એનો અર્થ એવો છે જ ક્યાં ?
અળગું જરી ય અંગથી  એ સંસ્મરણ કરે જ ક્યાં?!

પીળાં થયાં છે પર્ણ સૌ  વૃક્ષાળ કોઈ પહાડનાં--
ખળખળ સ્મૃતિનાં સ્પંદનો ખરખર કદી ખરે જ ક્યાં?!

પગલું દબાવી ચાલતું  ખુશબૂ મઢ્યું જ અવતરણ--
આંખો પરોવી આંખમાં આંખોથી ઊતરે જ ક્યાં?

ઊંચાઈ પર શિખર ઉપર પાણી બરફ બની જતું--
આ હોવું કાં મળ્યું મને જે ક્યાંય પણ ઠરે જ ક્યાં?

ઉન્નત થયાનો અર્થ કે અળગું ય સૌથી થઈ જવું?
મારાંપણું- તારાંપણું અન્યોન્ય ઝરમરે ક્યાં?!
20:15     ---------ગુણવંત ઉપાધ્યાય
25102018

No comments:

Post a Comment