સૂરજ સૂઈ ગયો છે
પશ્ચિમમાં દોટ દઈને સૂરજ સૂઈ ગયો છે!
રાતેય આવી ગઈ ને સૂરજ સૂઈ ગયો છે!
પ્હાડો ઊંચા વટાવી, ઊંડી તળેટીઓનાં
જંગલમાં જઈ, છૂપઇને સૂરજ સૂઈ ગયો છે!
આકાશમાંથી અગણિત આંખોએ જોઈ લીધું
અંધારું ઓઢી લઈને સૂરજ સૂઈ ગયો છે!
સૂરજને જાગવાનું બ્હાનું જ જોઇએ છે!
ઢંઢોળો કાઠા થઈને, સૂરજ સૂઈ ગયો છે!
દરિયાના ખળભળાટો છાતી મહીં સમાવી
જાતે જ સળગી જઈને સૂરજ સૂઈ ગયો છે!
- હરિહર શુક્લ "હરિ"
૧૫-૧૦-૨૦૧૮ / ૧૬-૧૦-૨૦૧૮
No comments:
Post a Comment