રણ હશે એ પણ કદી સરવર થશે
આજ બદલાશે અને અવસર થશે
કાયમી ટકતું નથી કંઈ પણ અહીં
આજનું જંગલ,ધરા બંજર થશે
એક ટોળું રાઈનો પર્વત કરે
એ પછી એ વાયકા ઘર ઘર થશે
જે મળે એને મજાનું માનો તો
મન ખુશીના વ્હાણનું બંદર થશે
જ્યાં સુધી માનવ બને ના માનવી
ત્યાં સુધી પથ્થર બધા ઈશ્વર થશે
કિરણ 'રોશન'
No comments:
Post a Comment