Thursday, 25 October 2018

ગીત

શરદ પૂનમ
આભે ખીલી રુડી ચાંદની
જો આવી શરદ પૂનમ ની રાત વ્હાલમા..
હું આવી ઊભી તારા ચોકમાં
તારી સંગ રમવા રાસ વ્હાલમા..
અજવાળી રાત માં ટમકે તારલાં
આવ્યાની જોઊં તારી વાટ વ્હાલમાં..
તું આવ્યે હૈયે પ્રાણ પૂરાશે
આશ શ્વાસે નૂરાશે ભાત વ્હાલમા...
હું ઘેલી બનું તારી રાધા
તું બનજે મારો કાન વ્હાલમા...
સંગે રમી ભૂલાશે શાન ભાન
ગૂંજી ઉઠશે વૃંદાવન ગામ વ્હાલમા..
એક એક ગોપી એક એક કાન
હું એક રાધા એક તું જ કાન વ્હાલમા...
ખીલી ઉઠશે રૂડી આ રાતડી
માની લે ને મારી વાત વ્હાલમા...
આભે ખીલી રુડી ચાંદની
જો આવી શરદ પૂનમ ની રાત વ્હાલમા....
કોકિલા રાજગોર
ભિવંડી થાના.
9730027882 મો....

No comments:

Post a Comment