Thursday, 25 October 2018

અછાંદસ

જોડે પણ અને તોડે પણ
છે આ લગાવ લટકાવે પણ.
તારી શકે છે જીવતરે ખરા
પણ આ લગાવ ડૂબાડે પણ.
પાગલપનની હદ ચોક્કસ વટાવી શકે
ને માટે આ લગાવ ઇશ દેખાડે પણ.
બંધન જીવતરે હોવું જરૂરી હોય છે
આ લાગવની હાજરી છે અગત્યની પણ.
દુઃખ આપી શકે છે જાણું "નીલ " બરાબર
જકડી રાખવા ચોક્કસ જોસે જીવને લગાવ પણ.

રચના: નિલેશ બગથરિયા
              "નીલ"

બને જો તું મારી કલ્પના તો...
વાદળી બનાવી વરસાવુ તને ને
ધરતીનું ખેતર સજાવું;
જોઇ તેને હરખાતા હૈયાનું સ્મિત બનાવું તને ને
સમૃદ્ધિની સેજ બિછાવુ.
બને જો તું મારી કલ્પના તો....
સમુદ્રની લહેર બનાવી રેતમાં પ્રસરાવુ તને ને
કિનારે ભીની ભીની દુનિયા બનાવું ;
બેસતા ત્યાં યુગ્મોની આંખોનું શમણું બનાવું તને ને
સ્પંદનોની મહેફિલ સજાવું. 
બને જો તું મારી કલ્પના તો....
કાનાની વાંસળીના સૂરો બનાવી વૃંદાવનમાં ફેલાવુ તને ને
ગોપીઓના ઉરમાં સંગીતની હેલી ચઢાવું ;
ભૂલતી તેમાં ભાન એવી રાધાની દિવાનગી બનાવું તને ને
પ્રમની રાસલીલા રમાડું
બને જો તું મારી કલ્પના તો...
કાવ્ય સંધ્યાની લાલ શેરો બનાવી શબ્દોમાં દર્શાવુ તને ને
સંવેદનાની કલમથી પંક્તિઓની હાર બનાવું ;
તેમાં સમાયેલ લાગણી પ્રવાહનું એક વહેણ બનાવું તને ને
સાહિત્ય સાગરમાં મિલન વેળાનું સર્જન કરાવું.

રચના: નિલેશ બગથરિયા
               "નીલ"

No comments:

Post a Comment