Thursday, 25 May 2017

ગઝલ

એક ગઝલ
--- *** ----

અહેસાસ એક છૂપો, થઈ જાય છે અચાનક
તળિયેથી  જીવ ટૂંકો,  થઈ જાય છે અચાનક

તારી  નજરમાં  જે  દી'  ટોળે વળે  કયામત
મારાથી  કોઈ  ગૂનો, થઈ જાય છે અચાનક

સુક્કા આ સાવ થડ પર લીલી ચડી છે વેલી
મારોય જીવ કૂણો , થઈ જાય છે અચાનક

ઉતરી  શકે  ન  નીચે,  ઊંચે ચડી  શકે  ના
આંસુનો એમ ડૂમો , થઈ જાય છે અચાનક

પાંપણની  પાળ   ઉપર  ઘેરાય છે સરોવર
ટહુકાનો દેશ સૂનો , થઈ જાય છે અચાનક

.. સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment