Thursday, 25 May 2017

ગઝલ

મારી હારે આવ બેસી બાંકડે,
માણીયે સંગાથ બેસી બાંકડે.
.
હું તને નીરખું અને તું પણ મને,
હાથમાં લઈ હાથ બેસી બાંકડે.
.
ત્યાં હવાથી કેશુઓ તારા ઉડે,
હું સવારું ત્યાંજ બેસી બાંકડે.
.
આપણે ભૂલી જઈએ ત્યાં બધું,
તું ને હું બસ યાદ બેસી બાંકડે.
.
જોઈ આપણને હવે દુનિયા જલે,
છો જલેને આજ બેસી બાંકડે.
.
લોક લજ્જા હુંય સૌ ભૂલી ગયો,
મેં ભરી છે બાથ બેસી બાંકડે.
.
એ પુરાના દિવસો છે માણવા,
"મિત્ર" તારી સાથ બેસી બાંકડે.
.
       "મિત્ર" રાઠોડ

No comments:

Post a Comment