Friday, 4 November 2016

અછાંદસ

બીજી અેક રચના :

તવ મસ્તક ઉપર
કાપડ વીંટેલું જોઈને,
ભાસ્યું મને
એ તાજ શું;
મેં કહ્યું ,
તાજ મૂકીને શિરે
બેઠી છે તું
મુમતાજ શી,
પણ
શાહજહાં જેવો નથી હું
એજ મોટું દુ:ખ છે.
ને
દર્દભર્યું હસતાં
તેં કહ્યું,
કાપડ વીંટાળ્યું
મેં નથી આ શોખનું ,
શિરઘાવ પર બાંધેલ
પટ્ટો માત્ર છે.

મન પાલનપુરી

No comments:

Post a Comment