પંચમહાભૂતો નો ખોફ
બેફામ માનવીથી પંચ મહાભુતો છે ત્રસ્ત
આમ ચાલશે તો સૂર્ય થશે કાયમી અસ્ત
દુર્ગંધ પ્રદૂષણે વરુણ ની પાયમાલી કરી
જળે ગુસ્સાને આવેશમાં ગાળા ગાળી કરી
પૃથ્વીએ અશ્રુ ધરી વૈધવ્યની નુકચેતી કરી
અગ્નિએ બેચેન થઈ આપવીતી વહેતી કરી
આકાશ પચાવી પાડવા ના પેંતરા રચાયા
કૃતિમ ગ્રહો ઉપગ્રહો કોને પૂછી ચડાવ્યા
જળનો દુર્વ્યય પ્રદુષણ જેણે વૃક્ષો સુકવ્યા
તૃષાતુર પ્રાણીપંખીએ અકાળે પ્રાણ ગુમાવ્યા
મને નરાધમોનો ભાર લાગે છે પૃથ્વી કહે
હવે પડખું બદલવા દે જેને જે કેહવું હોઈ કહે
વાયુએ પ્રણ લીઘું બનવાનું ખોફનાક આંધી
સૂપડા સાફ તમે તમારી ખીચડી સદા રાંધી
વાદળને આદેશ કર્યો નભે નિર્બન્ધ બની ફાંટો
બધા જ બુદ્ધિજીવી ઓનો નીકળે કાયમ કાંટો
પર્વતો કોની રાહ હવે રોડવો મહાકાય શીલા
આ જુલ્મીઓને સબક શીખવી કરવા છે ઢીલા
સાગર કહી બહુ ભોળવાયા દરિયા દયા છોડો
સુનામી પૂરના કરતબથી માનવીય અહં તોડો
બેરહમ માનવી કુદરતી સ્ત્રોત બેફામ વેડફે છે
પંચ મહાભુતો ની હાલત દયનિય રાફે દફે છે
પંચ મહાભુતો ના ખોફ થી ઇન્દ્રાસન ડોલિયા
એક મોકો આપો મધ્યસ્થિ બની ઇન્દ્ર બોલિયાં
હેમ શું આ માનવી વચન વાસ્તવમાં નિભાવશે
કે પછી ફરી એક વાર કુટિલતા તેની ફાવશે
ડો.હેમેન્દ્ર જોશી
માનવ ની સંવેદનહીનતા
ફૂલોની આજ સર્વાનુમતે બેઠક હતી
વેલ ને વૃક્ષ ની પણ ઉપસ્થિતિ હતી
અજેન્ડા પણ વિચિત્ર લાગતો હતો
આજ થી મહેકવા નું સદંતર બંધ
સવારે શા માટે ખીલવાનું કોના માટે
આપણને શું મળે ભાઈ એના સાટે
કાંટાએ વધુ તીક્ષણ ધારદાર બનવું
જખમ વેદના આપવા તૈયાર રહેવું
ફળો એ મજબૂત પાષાણ જેવું થવું
કોઈ પથ્થર મારે તો પડી ના જવું
વેલ તારે ફાંસીના ફંદા જેવું થવું
સ્પર્શે કોઈ તો ગળામાં ફંસાય જવું
બહુ કાપ્યા આપણ ને જોઈ લેશું
દુષ્કાળ ને બોલાવી બદલો લઈશું
ફૂલોને કચડે તોડે શું પડ્યું ત્રાંસુ
નહિ ઊંગીયેં ફરી વેરાન કરી જાશું
અંતર ઉકળતા જ્વાળામુખીને જાણો
કેમ અમ અસ્તિત્વ ઉપર મારો પાણો
ના ગુથાંઇશું કોઈના કેશ કે અંબોડે
ના હાર બનશું કે રહીશું જુલ્મી જોડે
નથી ચડવું કોઈની નનામી પર હવે
સપનોમાં કળીઓ પણ આ દુઃખ લવે
બલિદાન અમારું ને પ્રસન્નતા તમારી
અન્યાય નીતિ તમારી કેવી બેધારી
પતંગિયા ને ભ્રમર પણ દેખાશે નહિ
પરાગ વગર મફતિયું ખાશે નહિ
કાગળ ના ફૂલોથી ચલાવશો હવે
પણ પેલી ખુશ્બૂ ક્યાંથી લાવશો હવે
સંવેદનહીનતાથી ફૂલ કઠોર બની ગયું
હેમ નાજુક વિવેકથી આખરે નમી ગયું
ડો.હેમેન્દ્ર જોશી
No comments:
Post a Comment