Tuesday, 22 November 2016

ગઝલ

તકલીફ તો રે’વાની

   શે'ર હો કે ગામડું તકલીફ તો રે’વાની,
આંખ હો કે આભલું તકલીફ તો રે’વાની,

હરવખત સૌ હોય ક્યાંથી ભાઇ સારાં વાના !
હોય ઘર કે ગોખલું તકલીફ તો રે’વાની,

   છે હયાતી આંખમાં આંજેલ કાજળ જેવી,
દોસ્ત હો કે હો શત્રુ તકલીફ તો રે’વાની,

   હો ચહેરા જો બધાનાં એક સરખે સરખા,
ઓળખું તો કેમના તકલીફ તો રે’વાની,

   ફૂલની હળવાશ જેવો શ્વાસ જો મ્હેકે તો
સ્પર્શને કયાં સાચવું તકલીફ તો રે’વાની,

- મહેશ “સ્પર્શ”

No comments:

Post a Comment