Friday, 22 September 2017

અછાંદસ

મનમુકીને રમજો
અવસર નવરાતનો દીપાવજો.
માને મનમાં સમરજો
ભક્તિના પુરે જરા તણાંજો .
મેલ મનના કાઢજો
પવિત્ર થઇ પગલાં રાસે પાડજો.
સંગ સંગ હરદમ ચાલજો
જીવતરમાં ખુશીના ગરબા ગાજો.
રાખશો ના મોહ જાજો
મુક્ત મને જીવતરને જીવી જાજો .
ક્યાંક ખૂણે ખાચરે પ્રીત જરા સાચવજો
હેતાળ હૈયે માનવતાના ગીત ગાજો.
રમજો ગાજો ને ગરબે ઘુમજો
નવ રાતે માં શક્તિને સદાય નમજો.
    રચના: નિલેશ બગથરીયા
            "નીલ"

No comments:

Post a Comment