સેંકડો યોજન હજી તું દૂર છે,
મન વળી પાછું નશામાં ચૂર છે.
મન અધીરુ છે હવે મળવા તને,
લાગણી પણ એટલી ભરપૂર છે.
અશ્રુઓની પાર તું ક્યાં જઈ શકે,
બેઉ કાંઠે એ નદીમાં પૂર છે.
કોણ મળવું આપણું રોકી શકે ?
કંઈ વિરોધાભાસ ચકનાચૂર છે.
દર્પણોમાં હું જ બિમ્બાઈ રહું,
ચોતરફ હું મારી ફરતે નૂર છે.
જેટલું ચાતક છે મળવા મેઘને,
એટલું મન મારું પણ આતુર છે.
તારી ફોરમ હરક્ષણે આવી રહી,
તારા સ્મરણોની ઘટા ઘેઘૂર છે.
*ફોરમ*
No comments:
Post a Comment