શબ્દ આલાપી જુઓ, માપી જુઓ !
શબ્દ લીલા વાંસ છે કાપી જુઓ !
શબ્દ દરિયો, માછલી ને ટાપુ પણ -
શબ્દ-જાળે જિન્દગી નાખી જુઓ !
શબ્દ પળમાં થઈ શકે હીરોશિમા ;
શબ્દને દીવાસળી ચાંપી જુઓ !
શબ્દ પણ સમ્બંધ નિભાવી શકે !
શબ્દ-શબ્દે સાંકળો બાંધી જુઓ !
શબ્દ રૂપે લાખ બ્રહ્માંડો મળે ;
શબ્દ જાપો એક, ને પામી જુઓ !
શબ્દ જ સ્વયંભૂ ગણાયો જ્યારથી;
શબ્દ-તળના મૌનને તાગી જુઓ !
શબ્દ નામે દાનમાં આપ્યા હતા ;
શબ્દ સોહાગી કે વૈરાગી જુઓ !
-- દાન વાઘેલા
( " સ્વયંભૂ " માંથી સાભાર )
No comments:
Post a Comment