Thursday, 25 May 2017

ગઝલ

એક  માણસ   આજ  એવો  છેતરાયો  ગામમાં,
જે  રહ્યો  સારો  બની   એ;  ચીતરાયો  ગામમાં,

જ્યાં ગયો ત્યાં ત્યાં દગો ઊભો હતો એ રાહમાં,
રાવણો   વચમાં    બિચારો   વેતરાયો   ગામમાં,

દૂર  રાખી  સૌ  પ્રપંચોને  'સ્વ' તાર્યો; એ અલગ,
તે  છતાં  સ્વજનો   વચાળે  અંતરાયો   ગામમાં,

છે  લખેલાં   લેખ   કેવાં  ઈશનાં!  સમજાય  ના,
એ   ધરી    દંભી   મુખોટું    ઈતરાયો    ગામમાં,

પણ 'અકલ્પિત'  સજ્જનોને કોણ છે પૂછે હવે!
કો'ક   ઈતિહાસની    સમ   વીસરાયો   ગામમાં.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment