Friday, 12 October 2018

ગઝલ

આવી શકે તો આવજે, બહુ તાણ નહિ કરું
મારી મનોદશાની તને જાણ નહિ કરું

ભડકે ભલે ભળી જતું ઈચ્છાઓનું શહેર
તારી ગલીમાં આવીને રમખાણ નહિં કરું

ધરતી ઉપર છું ત્યાં સુધી જોઈશ રાહ, પણ
ઈશ્વરને કરગરી, વધુ રોકાણ નહિ કરું

જે છે દિવાલ, તારા તરફથી તું તોડજે
તલભાર, મારી બાજુથી ભંગાણ નહિ કરું

કિસ્સો હ્રદયનો છે, તો હ્રદયમાં જ સાચવીશ
પુસ્તકમાં છાપી પ્રેમને, વેચાણ નહિ કરું

સંદીપ પૂજારા

No comments:

Post a Comment