🌹🌹તાજા ગઝલ 🌹🌹
હ્યદયમાં એટલી કાયમ ખુમારી છે.
અમે પીડા સદાએ આવકારી છે.
બધીએ વાતમાં નિષ્ણાંત છે દુનિયા
મને તો માત્ર થોડી જાણકારી છે.
ગણો છો શૂન્ય તો હું શૂન્ય માફક છું.
અમે એ વાતને પણ ક્યાં નકારી છે.
હવે ધીરજ નથી મારા હ્યદયને પણ,
કહો તો વાત શું દિલમાંય ધારી છે ?
ફરીથી આવશે પાછા દિવસ સારા ,
ભરોસો છે અને હા , ઈન્તજારી છે.
ખરેખર ક્યાંક લાગે આમતો વિસ્મય !
ખુદા આજે કસોટી પણ તમારી છે.
શૈલેષ ચૌહાણ 'વિસ્મય'
No comments:
Post a Comment