વિધી વિધાને ચાલવા કારણ મળે નહીં,
સોચે વિચારે જે કદી પાવન બને નહીં .
મોઘી બનીછે કેટલી જીવન જણસ હવે,
કિમત વધારે આપતાં દામન ભરે નહીં .
જ્ઞાને વરેલાં ભારનું ડા'પણ કહી રહ્યું ,
છુટી પડેલી જિંદગી બાંધી રહે નહીં.
ચાલો ફકિરી વેશમાં ઘર ઘર તપાસવા,
ટુટી રહેલાં ભાવની સમજણ પડે નહીં.
માથે ધરીને રાખતાં ભાવો નવા નવા ,
માસૂમ તપેલાં સુરજે શાંતા વળે નહીં.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment