Friday, 12 October 2018

ગઝલ

એક ઘૂંટડામાં

આવીને પાછો વળું છું!
અગ્નિમાં ભડભડ બળું છું!

સાદ પડઘાઈ રહ્યો છે
ખીણમાંથી, સાંભળું છું!

છળકપટથી જીતવામાં
જાત હું મારી છળું છું!

એષણાની અપ્સરાઓ
કેદમાં, તો પણ ચળું છું!

આયનો ફોડી દઈને
જાતરાએ નીકળું છું!

જામ કાણું થઈ ગયું છે
તોય પણ હું ક્યાં ઢળું છું?

વિષ હશે માની, "હરિ", હું
એક ઘૂંટડામાં ગળું છું!

- હરિહર શુક્લ "હરિ"
  ૧૧-૧૦-૨૦૧૮

(જન્મ દિવસે)

No comments:

Post a Comment