Friday, 12 October 2018

ગીત

એક વાંદરાએ વાંદરીને વોટ્સપ કર્યુ,
ને એવું પૂછ્યું કે હાઉ આર યુ?
ત્યાં તો વાંદરીને કૈં કૈં  થ્યુ...

વાંદરી તો રે'તી પેલા જાંબુના ઝાડ પર
નેટવર્ક ત્યાં બિલકુલ ના આવે
વાંદરીનો વળતો મેસેજ ના મળતો, ને
વાંદરાને ગુસ્સો બહુ આવે
મોબાઈલમાં મોઢુ ઘાલી ઘાલીને પેલા
વાંદરાનુ ડોકુ મરડઈ ગ્યું...વાંદરાએ..

વોટ્સપ નો'તું ત્યારે જાંબુના ઝાડ પર
વાંદરી તો જલસાથી રમતી
કુદયા કરતી એ તો ડાળખી થી ડાળખી,ને
રાત'દી જાંબુડા જમતી
વોટ્સપની વ્યસ્તામાં વાંદરાને વાંદરીનુ
વાંદરાપણું જ ખોવાઈ ગ્યુ..વાંદરાએ

કિરણ 'રોશન'

No comments:

Post a Comment