'બંધ કર' (ગઝલ)
તું બિચારા લાગવાનું બંધ કર,
ને નિસાસા નાંખવાનું બંધ કર!
ના થયું છે કોઈનું કોઈ કદી,
સૌને તારા માનવાનું બંધ કર!
તારું દિલ તોડી શકે કોઈ કદી,
કોઈનું દિલ તોડવાનું બંધ કર!
ના ભલાઈનો જમાનો છે હવે,
તું ભલા અતિશય થવાનું બંધ કર!
માફ માનવજાત ના કરશે તને,
આગ ખોટી ચાંપવાનું બંધ કર!
તારા માટે કોઈ થોભ્યું છે કશે,
ખ્યાલમાં એ રાચવાનું બંધ કર!
છે જરૂર એની મને અત્યંત પ્રિયે,
ના દુઆઓ આપવાનું બંધ કર!
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment