ગાલગાગા ગાલગાગા ગાલગા
શ્વાસ લઈને જીવવાનું બંધ કર.
ઉચ્છવાસે હાંફવાનું બંધ કર.
આંખ આડા કાન ક્યાં સુધી હવે?
ઉત્તરોને શોધવાનું બંધ કર.
હેત, ઉભરો, લાગણી ક્યાં છે બધે?
વાત વાતે ધારવાનું બંધ કર.
વ્હેણ વાણીનું વહે આ અસ્ખલિત,
એ કિનારે ચાલવાનું બંધ કર.
ભિતરે સ્વપ્નો ભરી રાચે તુ કાં?
આભે કિલ્લા બાંધવાનું બંધ કર.
દાદ કે તાળી મળે યા ના મળે,
વાહ વાહી શોધવાનું બંધ કર.
કોઇ ના સમજે ગઝલ તારી અહીં,
શાયરી તું બોલવાનું બંધ કર.
કાવ્યાલ્પ
અલ્પા વસા
No comments:
Post a Comment